રાજકોટ વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ હવે કાળી ચૌદસની પરંપરાને લઈને સરકારને પત્ર લખ્યો, તો જ્યોતિર્નાથ બાપુએ ગણાવ્યુ સનાતન વિરોધી

રાજકોટથી વિજ્ઞાનજાથાના પ્રમુખ જયંત પંડ્યાએ હવે કાળી ચૌદસના દિવસે કકળાટ કાઢવાની પરંપરાને લઈને સરકારને પત્ર લખી રજૂઆત કરી છે. તેમની રજૂઆત છે કે અનાજ, પાણીનો બગાડ અટકાવવા આવે. વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ જણાવ્યુ કે સરકાર ચોકમાં થતા કુંડાળા અને કુંડાળામાં મુકાતા અનાજનો બગાડ અટકાવે. રાજ્યમાં અનાજનો બગાડ અટકાવવા સરકાર પરિપત્ર કરે. મોરબીમાં જનજાગૃતિના ભાગરૂપે ધારાસભ્યના કાર્યાલયથી પેમ્ફલેટનું વિતરણ કરવામાં આવશે.

તેમણે લખેલા પત્રમાં જણાવ્યુ છે કે જ્યાં એક તરફ લોકોને જરૂરિયાત મુજબ આહાર નથી મળતો, ત્યાં અનાજ-પાણીનો આ પ્રકારે બગાડ અટકાવવાની સરકારની નૈતિક ફરજ છે. જો કે આ મામલે સંતેઓ જયંત પંડ્યાને આડેહાથ લીધા છે.
જયંત પંડ્યાની રજૂઆતને જ્યોતિર્નાથ બાપુએ સનાતન પર પ્રહાર અને વાહિયાત નિવેદન આપ્યુ છે. જ્યોતિર્નાથ બાપુએ જણાવ્યુ કે કાળી ચૌદસમાં કકળાટ કાઢવાની પરંપરા છે. સનાતનની પ્રણાલી પર વારંવાર આ પ્રકારે નિવેદનો કરી સમાજને ગેરમાર્ગે દોરવાનું બંધ કરવુ જોઈએ. સનાતન સંત સમિતિ આનો આકરો જવાબ આપશે.

રાજ્યના અછતગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક સહાય જાહેર કરવાની ભારતીય કિસાન સંઘે કરી માગ, કાગડોળે સરકાર સમક્ષ મીટ માંડીને બેઠા ધરતીપુત્રો

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *