Breaking News : મહારાષ્ટ્રમાં દશેરા પર મોટો હોબાળો, RSS ના પથસંચલન પર વિધર્મીઓએ કર્યો પથ્થરમારો !

મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના યાવલ તાલુકાના કિનગાંવમાં દશેરાના અવસરે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના પથસંચલન દરમિયાન તણાવની સ્થિતિ સર્જાઈ હતી. મસ્જિદની સામેથી રેલી પસાર થવા સામે વિરોધ થતાં મામલો ગરમાયો હતો. આ દરમિયાન પથ્થરમારો થતાં પોલીસે ભીડને કાબૂમાં લેવા હળવો લાઠીચાર્જ કર્યો હતો. ત્યારબાદ પોલીસ બંદોબસ્ત વચ્ચે પથસંચલન પૂર્ણ કરાવવામાં આવ્યું હતું. હાલ વિસ્તારમાં સ્થિતિ નિયંત્રણમાં હોવાનું જણાવવામાં આવ્યું છે.

મસ્જિદ સામે રેલીનો વિરોધ

સૂત્રો અનુસાર, દશેરાના અવસરે RSS દ્વારા કિનગાંવમાં પથસંચલનનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલી મસ્જિદની સામે પહોંચી ત્યારે કેટલાક લોકોએ તેનો વિરોધ કર્યો હતો. વિરોધ દરમિયાન કેટલીક મહિલાઓને આગળ કરીને ધરણા પર બેસાડવામાં આવી હતી. આ ઘટનાને પગલે સ્થળ પર તણાવ વધ્યો હતો અને વાતાવરણ ગરમાયું હતું.

પથ્થરમારા બાદ પોલીસનો લાઠીચાર્જ

વિરોધ દરમિયાન કેટલાક સ્થળોએ પથ્થરમારો શરૂ થયો હતો. પરિસ્થિતિ વધુ ન વણસે તે માટે પોલીસે હળવો લાઠીચાર્જ કર્યો હતો. જલગાંવના પોલીસ અધિક્ષક શ્રીકાંત ધિવરેએ જણાવ્યું હતું કે પહેલાં પથ્થરમારો થયો હતો. ત્યારબાદ પોલીસે હળવો લાઠીચાર્જ કર્યો હતો. સુરક્ષા વ્યવસ્થા વચ્ચે પથસંચલન પૂર્ણ કરાવવામાં આવ્યું હતું. જોકે, ઘટનામાં કોઈને ઈજા થઈ છે કે અન્ય કોઈ નુકસાન થયું છે કે નહીં તેની સત્તાવાર પુષ્ટિ ઉપલબ્ધ નથી.

વરિષ્ઠ અધિકારીઓ સાથે વધારાનો પોલીસ કાફલો તૈનાત

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જલગાંવ જિલ્લામાંથી વધારાનો પોલીસ કાફલો કિનગાંવ પહોંચ્યો હતો. પોલીસ અધિક્ષક શ્રીકાંત ધિવરે, અપર પોલીસ અધિક્ષક સંદીપ ગાવિત અને વિભાગીય પોલીસ અધિકારી અનિલ બડગુજર સહિતના અધિકારીઓએ સ્થળ પર પહોંચીને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. આ ઉપરાંત ભુસાવળ, યાવલ અને રાવેરમાંથી પણ પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું હતું.

હાલ સ્થિતિ નિયંત્રણમાં

ઘટના બાદ કિનગાંવમાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરવામાં આવી છે. વિસ્તારમાં પોલીસની તૈનાતી યથાવત્ છે અને પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. હાલ સ્થિતિ નિયંત્રણમાં હોવાનું જણાવાયું છે, જોકે તણાવપૂર્ણ શાંતિનો માહોલ છે. ફરી કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ સાવચેતી રાખી રહી છે.

આ પણ વાંચો, ભારતીયોએ ગીરવે મૂકી દીધું 2,200 ટન સોનું ? 5 વર્ષમાં ગોલ્ડ લોનમાં 35% નો ઉછાળો, સામે આવ્યા ચોંકાવનારા આંકડા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *