દશેરા અને રાવણ દહનનો પ્રસંગ હોય અને કંઈક મજેદાર જોવા ન મળે, એવું બને ખરું ? સોશિયલ મીડિયા પર હાલમાં રાવણ દહનનો એક એવો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેને જોઈને તમે પણ હસવાનું રોકી નહીં શકો. સામાન્ય રીતે રાવણ દહન વખતે ફટાકડા આકાશમાં અથવા પૂતળાની આસપાસ ફૂટે છે. પરંતુ આ વખતે જાણે રાવણે સીધો લોકો પર જ હુમલો કરી દીધો હોય એવું લાગે છે. પૂતળામાં આગ લગાવતાં જ તેમાંથી એક પછી એક એવા રોકેટ છૂટવા લાગ્યા કે પૂછો જ નહીં! આવા વીડિયો ક્લિપ લગભગ દર વર્ષે દશેરાના અવસર પર વાયરલ થાય છે. તમે પણ જુઓ આ મજેદાર વીડિયો. સળગતાં જ ગુસ્સે થયો રાવણ, ભીડ પર છોડવા લાગ્યો રોકેટ! સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર @vaylasingh નામના હેન્ડલ પરથી એક રસપ્રદ વીડિયો શેર કરવામાં આવ્યો છે. 21 સેકન્ડની આ ટૂંકી ક્લિપમાં જોવા મળે છે કે ભગવાન શ્રીરામનો વેશ ધારણ કરેલો એક વ્યક્તિ રાવણના પૂતળામાં આગ લગાવે છે. ત્યારબાદ પૂતળું જાણે પોતાના પર થયેલા હુમલાનો બદલો લેવાના મૂડમાં આવી જાય છે. Dussehra is incomplete without this video Happy #Dussehra guys https://t.co/BeXg0Jwvcx — Vayla Singh (@vaylasingh) October 20, 2026 ત્યાં હાજર કોઈને પણ કદાચ અંદાજો નહીં હોય કે રાવણ સેલ્ફ ડિફેન્સમાં લોકો તરફ જ રોકેટ છોડવા લાગશે! વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે રાવણના પૂતળામાંથી એક પછી એક અનેક રોકેટ સીધા ભીડ તરફ છૂટે છે. આ દૃશ્ય જોઈને એવું લાગે છે કે જાણે રાવણ ખરેખર ગુસ્સે થઈને લોકો પર પોતાના અગ્નિબાણ વરસાવી રહ્યો હોય. સોશિયલ મીડિયા પર લોકો લઈ રહ્યા છે મજા વીડિયોમાં રામલીલાનાં પાત્રો ભજવતા કલાકારો અને સામાન્ય લોકો પોતાનો જીવ બચાવવા માટે આમતેમ ભાગતા જોવા મળે છે. સદનસીબે, આ ઘટનામાં કોઈને ઈજા થઈ નહોતી. જોકે, વાયરલ ક્લિપ સાથે જોડાયેલું બેકગ્રાઉન્ડ મ્યુઝિક આખા દૃશ્યને વધુ રમૂજી બનાવી દે છે. ઇન્ટરનેટ યુઝર્સ આ વાયરલ વીડિયો પર મજેદાર પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું, “લાગે છે કે લંકેશ આજે કંઈક વધારે જ ગુસ્સામાં હતો.” બીજા યુઝરે મજાકમાં કહ્યું, “રાવણ એક-એકનો હિસાબ લઈ રહ્યો છે.” જ્યારે અન્ય એક યુઝરે ભાગતા લોકોના દૃશ્યને એકદમ એપિક ગણાવ્યું. ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યા છે રાવણના આવા બીજા મજેદાર વીડિયો રાવણ દહન દરમિયાન બનેલી આવી અણધારી ઘટનાઓના વીડિયો પણ સોશિયલ મીડિયા પર લોકોનું ધ્યાન ખેંચી રહ્યા છે. તેમાં એક મજેદાર વીડિયો એવો પણ છે, જેના કેપ્શનમાં લખ્યું છે, આ ગયે મેરે મોત કા તમાશા દેખને જુઓ Video View this post on Instagram A post shared by अपना_परेव (@apna_pareo) View this post on Instagram A post shared by Keshav Kushwaha (@farrukhabad_vibes) આ પણ વાંચો, Trending Video : રીલ, લાઇક્સ અને વ્યૂઝના ચક્કરમાં અંધ બન્યા માતા-પિતા! આંખ સામે જ દરિયામાં તણાવા લાગી માસૂમ, અજાણ્યા શખ્સે બચાવી! Post navigation Breaking News : ગુજરાતના રાજકારણમાં હલચલ, કોડીનારના પૂર્વ ધારાસભ્ય જે.ડી. સોલંકી ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા, જુઓ Video Breaking News : 319 વિકેટ લેનાર અનુભવી બોલર પર પ્રતિબંધ, ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ આ નિયમભંગ બદલ કરી કાર્યવાહી