Trending Video : ‘પાપા કી પરી’નો દિવાળી સ્ટંટ પડ્યો ભારે! હાથમાં જ ફૂટ્યો રોકેટ, વીડિયો થયો વાયરલ

દિવાળી આવતાની સાથે જ ઇન્ટરનેટ પર અવનવા આશ્ચર્યજનક અને રમૂજી વીડિયો વાયરલ થતા હોય છે. કેટલાક લોકો ફટાકડા ફોડીને ખુશી વ્યક્ત કરે છે, તો કેટલાક એવા કારનામા કરી બેસે છે કે વીડિયો જોઈને લોકો હસવાનું રોકી શકતા નથી. આવો જ એક રમૂજી વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક યુવતીનો રોકેટ ફોડવાનો સ્ટંટ ભારે પડી ગયો.

રોકેટ સળગાવ્યું, પછી કર્યું કંઈક અજીબ!

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એક યુવતી પોતાના ઘરની બહાર કાચની બોટલમાં રોકેટ મૂકીને તેને ફોડવાની તૈયારી કરે છે. તે સ્ટાઇલમાં રોકેટને આગ લગાવે છે. શરૂઆતમાં બધું બરાબર લાગે છે, પરંતુ ત્યારબાદ જે થાય છે તેની કદાચ યુવતીએ પણ કલ્પના નહીં કરી હોય.

બોટલને મારી લાત, રોકેટે યુવતી તરફ જ મારી ઉડાન!

રોકેટમાં આગ લાગતાં જ યુવતી બોટલને જોરથી લાત મારે છે. લાત વાગતાં બોટલ જમીન પર આળોટવા લાગે છે અને સંજોગવશાત રોકેટનું મોઢું યુવતી તરફ ફરી જાય છે. યુવતી કંઈ સમજે અને ત્યાંથી ખસી શકે તે પહેલાં જ રોકેટ તેની તરફ ધસી આવે છે અને તેની બાંહો પાસે જ ધડાકા સાથે ફૂટે છે. આ પછી વીડિયો પૂરો થઈ જાય છે, પરંતુ સોશિયલ મીડિયા પર આ વીડિયો જોઈને લોકો વિવિધ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

નેટિઝન્સે કરી રમૂજી કમેન્ટ્સ

આ રમૂજી વીડિયો જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ કમેન્ટ સેક્શનમાં મજાક કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, “રોકેટે વિચાર્યું હશે કે તેં મને લાત મારી છે, તો હવે હું પણ થોડો પ્રેમ બતાવી દઉં!” અન્ય એક યુઝરે લખ્યું, “ભૌતિકશાસ્ત્રના નિયમો સાથે આવી રમત રમવાનું પરિણામ આવું જ આવે!”

આ વીડિયો લોકો દ્વારા મોટા પ્રમાણમાં શેર કરવામાં આવી રહ્યો છે. આ વીડિયોને લાખો લોકો જોઈ ચૂક્યા છે અને અનેક લોકોએ તેને લાઇક પણ કર્યો છે. રોકેટ અને અન્ય ફટાકડા હંમેશાં સુરક્ષિત અંતરેથી, ખુલ્લી જગ્યામાં અને યોગ્ય માર્ગદર્શન હેઠળ જ ફોડવા જોઈએ. સળગતા રોકેટ કે ફટાકડાને લાત મારવી અત્યંત જોખમી બની શકે છે.

જુઓ Video

 

View this post on Instagram

 

A post shared by HeyKomal (@komalunplugged01)

નોંધ : આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી અને વિડિયો komalunplugged01 નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવેલો છે. TV9 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી.

આ પણ વાંચો, Trending Video : જો કાર પાણીમાં ડૂબવા લાગે તો દરવાજો ખોલવાની ભૂલ ક્યારેય ન કરતા ! બચવા માટે તરત જ કરો આ 3 કામ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *