આ તમામ સીરિઝ,સસ્પેન્સ,ક્રાઈમ અને મનોવૈજ્ઞાનિક થ્રિલરથી ભરપુર છે. જે લોકો થ્રિલર જોવાના ચાહકો છે. તેમણે એક વખત જરુર આ સીરિઝ જોવી જોઈએ. તમે આ ટોપ 5 હોલિવુડ થ્રિલર સીરિઝ જોઈ શકો છો. Breaking Bad નામની વેબ સીરિઝ કેમિસ્ટ્રી ટીચરના ગુનાની દુનિાયામાં એન્ટ્રી થવાની શાનદાર થ્રિલર સ્ટોરી છે. તમે આ સીરિઝ Netflix પર જોઈ શકો છો.આ એક ફેમસ અમેરિકી ક્રાઈમ ડ્રામા સીરિઝ છે, જે હિન્દીમાં પણ ઉપલબ્ધ છે.ટુંકમાં આ સ્ટોરી કેન્સર પીડિત કેમિસ્ટ્રી ટીચરની છે. જે પરિવારના ભવિષ્ય માટે પોતાના પૂર્વ વિદ્યાર્થી સાથે મળી ક્રિસ્ટલ મેથ (એક નશો) બનાવી વેચવાનું કામ શરુ કરે છે. જેની કુલ 5 સીઝન છે. Mindhunter FBI આ કિલર્સની માનસિકતા પર આધારિત સસ્પેન્સ-થ્રિલર સીરિઝ છે. તમે આ થ્રિલર સીરિઝ Netflix પર જોઈ શકો છો.આ ક્રાઈમ થ્રિલર સીરિઝ 1970ના અંતમાં એફબીઆઈ એેજેન્ટો હોલ્ડન ફોર્ડ અને વિલ ટેંચ પર આધારિત છે. આ સીરિઝ બિહેવિયરલ સાયન્સ યુનિટની શરુઆતની સ્ટોરી દેખાડે છે. તમને જણાવી દઈએ કે, આ સીરિઝ “Mind Hunter: Inside the FBI’s Elite Serial Crime Unit” પુસ્તક પર આધારિત છે. True Detective ભયનો માહૌલ, ગુનાથી ભરેલી આ સીરિઝ JioCinema / HBO પર જોઈ શકો છો. ટ્રુ ડિટેક્ટિવ એક ફેમસ અમેરિકી એન્થોલોજી ક્રાઈમ ડ્રામા સીરિઝ છે. આ સીરિઝની દરેક સીઝનમાં એક નવો મર્ડર કેસ અને અલગ અલગ કલાકારો હોય છે.ટુંકમાં આ એક થ્રિલર-હોરર મિસ્ટ્રી શો છે. The Night Of એખ હત્યાના કેસમાં કઈ રીતે આખી જિંદગી બદલી જાય છે. જેની દર્શાવતી આ રિયલિસ્ટિક થ્રિલર સીરિઝ તમે JioCinema / HBO પર મિત્રો સાથે જોઈ શકો છો.ધ નાઈટ ઓફ એ 2016ની અમેરિકન આઠ ભાગની ક્રાઈમ ડ્રામા મિનિસિરીઝ છે જે 2008ની બ્રિટીશ શ્રેણી ક્રિમિનલ જસ્ટિસની પ્રથમ સીરિઝ પર આધારિત છે. ધ નાઈટ ઓફને 14 એમી નોમિનેશન મળ્યા, જેમાં પાંચ જીત્યા, Barry એક હિટમેન જે અભિનેતા બનવા માંગે છે પરંતુ ગુનાનો તેનો પીછો છોડતો નથી. આ સીરિઝ તમે JioCinema / HBO પર વીકએન્ડમાં ઘરે જોઈ શકો છો.Barry એક ડાર્ક કોમેડી ક્રાઈમ ડ્રામા સીરિઝ છે. લોકો મનોરંજન માટે કંઈકને કંઈક જોતા હોય છે. જેમ કે સિરિયલ, મુવી, કાર્ટુન, ટિપ્સ એન્ડ ટ્રિક્સ. આટલું તો ચાલતું હતું પણ છેલ્લા કેટલાક વર્ષોથી આમાં પણ એક નવા પીછાંનો ઉમેરો થયો છે અને આ નવું પીછું એટલે વેબ સિરીઝ. Post navigation Gold Silver: ETFમાં રોકાણ કરનારા રડ્યા પણ મ્યુચ્યુઅલ ફંડ વાળા હસ્યા! એક જ સેક્ટર તેમ છતાંય રિટર્નમાં જમીન-આસમાનનો તફાવત કેમ? Breaking News: રાજકોટ: જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલિશન કાર્યવાહી પર હાઈકોર્ટે લગાવ્યો વચગાળાનો સ્ટે