અમદાવાદની નામાંકિત ગુજરાત કોલેજ કેમ્પસમાં ABVP (અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ) ના કાર્યકરોની ગુંડાગીરી અને દાદાગીરીનો સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. કેમ્પસમાં જૂની અદાવત રાખીને એક વિદ્યાર્થીને જાહેરમાં ઢોર માર મારવામાં આવ્યો હતો, જેના દ્રશ્યો મોબાઈલ કેમેરામાં કેદ થઈ જતાં વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. નેહરુ હોલ સામે ઘટી ઘટના મળતી માહિતી મુજબ, 5 ઓગસ્ટના રોજ ગુજરાત કોલેજના નેહરુ હોલની સામે આ ઘટના બની હતી. જ્યાં કેમ્પસમાં અભ્યાસ કરતા અને સેમેસ્ટર 5 માં ભણતા ધ્રુવરાજસિંહ સોલંકી નામના વિદ્યાર્થી પર ABVP ના કેટલાક કાર્યકરોએ અચાનક હુમલો કરી દીધો હતો. હુમલાખોરોએ કેમ્પસમાં જાહેરમાં ગાળો બોલીને અને ધમાલ મચાવીને આખો વિસ્તાર બાનમાં લીધો હતો. વિદ્યાર્થીને માથામાં આવ્યા ત્રણ ટાંકા આ હુમલામાં સેમેસ્ટર 5 ના વિદ્યાર્થી ધ્રુવરાજસિંહને ગંભીર ઈજાઓ પહોંચી હતી. માથાના ભાગે ઈજા થતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમને ત્રણ ટાંકા આવ્યા છે. ઘટના બાદ કોલેજ કેમ્પસમાં ભયનો માહોલ સર્જાયો હતો. ABVPના ભૂમિકા અને વર્ચસ્વ સામે ઊઠ્યા ગંભીર સવાલો ગુજરાત કોલેજમાં બનેલી આ ઘટના પાછળ અંગત અદાવત હોવાનું સામે આવ્યું છે, જેમાં માત્ર પોતાનું વર્ચસ્વ જમાવવા માટે વિદ્યાર્થી સંગઠનના કાર્યકરોએ જાહેરમાં ગાળાગાળી કરીને બબાલ મચાવી હતી અને નિર્દોષ વિદ્યાર્થીને ઢોર માર મારી તેનું માથું દીવાલ સાથે ભટકાવી દેતા તેને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં હતો. જે વિદ્યાર્થી સંગઠન (ABVP) ની રચના કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓને પડતી તકલીફના નિદાન માટે કરવામાં આવી હતી, તેના જ કાર્યકરો આજે વિદ્યાર્થીઓ માટે મુસીબત બની રહ્યા હોય તેવું ચિત્ર ઊપસી રહ્યું છે. દેશમાં ભાજપ સરકાર યુવાનોને ભણી-ગણીને આગળ વધવાની વાત કરે છે, ત્યારે ભાજપના જ વિદ્યાર્થી પાંખ એવા ABVPના કાર્યકરો દ્વારા આચરવામાં આવતી આવી હિંસક પ્રવૃત્તિઓ તેનાથી તદ્દન વિપરીત છે. હજારો વિદ્યાર્થીઓ જ્યાં અભ્યાસ કરવા આવે છે, ત્યાં આ પ્રકારની દાદાગીરી અને ગુંડાગીરીથી યુવાનો પર કેવો માનસિક ત્રાસ અને નકારાત્મક અસર પડશે તે અંગે પણ ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે. એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં 3 સામે ફરિયાદ વિદ્યાર્થી પર હુમલો કર્યાના દ્રશ્યો અને વીડિયો સામે આવ્યા બાદ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે ઈજાગ્રસ્ત વિદ્યાર્થીની ફરિયાદના આધારે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ABVP ના ત્રણ કાર્યકરો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે વાયરલ વીડિયોના આધારે વધુ તપાસ હાથ ધરી છે. જુઓ VIDEO Input Credit- Narendra Rathod- Ahmedabad NHAI નો ઐતિહાસિક નિર્ણય, 20 દિવસમાં રસ્તો ધસી જતાં કોન્ટ્રાક્ટર સામે આકરી કાર્યવાહી, એક્સપ્રેસવે ટોલ ફ્રી કરાયો Post navigation સિદ્ધિવિનાયક મંદિર દાન વિવાદ, મહારાષ્ટ્ર સરકારે પાંચ વર્ષના વિશેષ ઓડિટનો આદેશ આપ્યો Breaking News: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, કેપ્ટન શુભમન ગિલ થયો ઈજાગ્રસ્ત, ટેસ્ટ શ્રેણી પહેલા વધ્યું ટેન્શન