ટીમ ઈન્ડિયાના નવા ટી20 કેપ્ટન શ્રેયસ અય્યરની સફરની શરુઆત સારી રહી નથી. તેની કેપ્ટનશીપમાં ભારતીય ટીમને સતત હારનો સામનો કરવો પડ્યો છે. પરંતુ ઝિમ્બાબ્વેએ તેમની હારનો આ સિલસલો જરુર તોડ્યો છે. ઝિમ્બાબ્વેમાં પહેલી ટી20 મેચમાં પોતાની પહેલી મેચ જીત્યા બાદ અય્યર પોતાની પહેલી સીરિઝ જીતવાના ઈરાદાથી 25 જુલાઈના રોજ બીજી ટી20 મેચમાં રમવા મેદાનમાં ઉતરશે આ મેચ જીતવા પર ટીમ ઈન્ડિયા સીરિઝ પણ પોતાને નામ કરશે. હવે મેચનો નિર્ણય તો બેટ અને બોલના એક્શનથી શરુ થયા બાદ થશે. પરંતુ કેપ્ટન અય્યર આ પહેલા ટોસમાં એક એવો રેકોર્ડ બનાવી શકે છે. જે આજ પહેલા ક્યારે બન્યો નથી. શ્રેયસ અય્યર ભલે પોતાની શરુઆતની મેચમાં સફળતા મેળવી શક્યો નહી. પરંતુ અત્યાર સુધી તેમણે જેટલી પણ મેચમાં ભારતની કેપ્ટનશીપ કરી છે. તેમણે બધી મેચમાં ટોસ જીત્યો છે. હવે તે નવો વર્લ્ડ રેકોર્ડ બનાવવાને નજીક છે. બીજી ટી20 મેચમાં જો અય્યર ટોસ જીતે છે. તો તે પોતાની શરુઆતની 9 મેચમાં ટોસ જીતનાર દુનિયાનો પહેલો કેપ્ટન બની જશે. આ મામલે તે હાલ ઈંગ્લેન્ડના મહાન કેપ્ટન વોલી હેમંડની બરાબરી પર છે. જેમણે 8 ટોસ જીત્યા છે. ( All Photo: PTI, BCCI) ક્રિકેટર દુનિયામાં બેટ્સમેનનું છે મોટું નામ શ્રેયસ અય્યરનો પરિવાર જુઓ અહી ક્લિક કરો Post navigation Breaking News : ખેડાના નડિયાદમાં 15 ઈંચથી વધુ વરસાદ, શહેરના અનેક વિસ્તારો જળબંબાકાર શેરહોલ્ડર્સની બલ્લે-બલ્લે! આ દિગ્ગજ કંપની આપશે ₹240 નું ‘રેકોર્ડબ્રેક ડિવિડન્ડ’, ‘Stock’ રોકાણકારોની નજરે ચડ્યો