અમદાવાદમાં 12 જૂન 2025ના રોજ ઘટેલી ગોજારી દુર્ઘટનાએ અનેક પરિવારોના જીવવાની આશા છીનવી લીધી છે. આ દુર્ઘટનામાં 260 લોકોના મૃત્યુ થયા છે. આ મૃતકોના પરિજનો આજે એક વર્ષ બાદ પણ ન્યાય માટે ઝંખી રહ્યા છે. પ્લેનક્રેશની દુર્ઘટનાને આજે એક વર્ષ પૂર્ણ થયુ છે પરંતુ આ દુર્ઘટના કેવી રીતે થઈ તે અંગેનો હજુ ફાઈનલ રિપોર્ટ મળ્યો નથી. પોતાના વ્હાલસોયાને ગુમાવનારા આ પરિવારોની ધીરજ હવે ખૂટી રહી છે. આણંદના એક પરિવારે પ્લેનક્રેશમાં પોતાનો 24 વર્ષનો દીકરો ગુમાવ્યો છે. પરિવાર આજે પણ એ પીડાને ભૂલી શક્તો નથી. આણંદનો આ પરિવારે Tv9 સાથેની વાતચીતમાં તેની વ્યથા ઠાલવી. પરિવારે સ્પષ્ટ જણાવ્યુ કે તેમને ન્યાય જોઈએ છે. સરકાર પાસે તેઓ ન્યાયની માગ કરી રહ્યા છે. આકાશ ના માતાએ સરકારને સીધો સવાલ કર્યો કે સિંહોના મોત બાબતે ચિંતા વ્યક્ત કરી મિટીંગો ભરતી સરકાર પાસે આ મૃતકોના પરિજનો માટે કેમ સમય નથી. આખરે તેમને ક્યારે ફાઈનલ રિપોર્ટ મળશે? “સિંહોના મોત બાબતે ચિંતા કરતા સરકારના એકપણ મંત્રી શ્રદ્ધાંજલિ આપવા ફરક્યા સુદ્ધા નથી” આકાશના માતાનું કહેવુ છે કે આજે એક વર્ષ બાદ ના તો સરકારના એકપણ મંત્રી કે નેતા અહીં શ્રદ્ધાંજલિ આપવા કે આશ્વાસનના બે શબ્દ કહેવા માટે આવ્યા છે ના તો ઍર ઈન્ડિયા તરફથી તેમને કંઈ સાંતવના પાઠવવામાં આવી છે. પરિજનોની ફરિયાદ છે કે તેઓ આજે એક વર્ષ બાદ પણ ન્યાયની ભીખ માગી રહ્યા છે. વિમાન દુર્ઘટનાનું સાચુ કારણ સામે આવે તેવી પરિજનો માગ કરી રહ્યા છે. આ તરફ ઍર ઈન્ડિયા દ્વારા ખરી ચકાસણી કર્યા વગર વળતર ચુકવવામાં પણ છબરડા કર્યા હોવાનું સામે આવ્યુ છે. સમીના રફીએ પ્લેન ક્રેશમાં તેમના યુકે રહેતા પુત્ર ફૈઝાનને ગુમાવ્યો, પરંતુ વળતર મૃતક ફૈઝાનના પત્નીને મળ્યું હોવાનો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે ફૈઝાને હફસા સાથે નિકાહ કર્યા હતા, પરંતુ હફસાએ ફૈઝાનની કોઇ અંતિમ ક્રિયામાં ભાગ લીધો નથી. અમારા પુત્રની અંતિમ ક્રિયા માટે અમારે ગાડી પણ વેચવી પડી પરંતુ ટાટા ગ્રુપે અમને જાણ કર્યા વગર જ ફૈઝાનની પત્નીને વળતર ચૂકવી દીધું. Input Credit- Narendra Rathod- Ahmedabad Plane Crash: “એક આહ ભરી હોગી, હમને ન સુની હોગી..જાતે જાતે તુમને…” ચીસો.. ચિત્કાર… અને 1000 ડિગ્રી કરતા પણ વધુ તાપમાનમાં ભડથુ થઈ ગયા 260 મૃતદેહો Post navigation ભારતના નંબર-1 વિરાટ કોહલીએ ન્યૂઝીલેન્ડના નંબર-1 ખેલાડીની નિવૃત્તિ પર એક ખાસ પોસ્ટ શેર કરી અમદાવાદ પ્લેન ક્રેશના પીડિતોને ઍર ઈન્ડિયાએ લોભામણી ઓફર આપ્યાનો દાવો, પૈસા આપી કેસ સેટલ કરવા મુકી શરત – Video