મધ્ય પૂર્વમાં ચાલી રહેલો તણાવ, ખાસ કરીને ઈઝરાયેલ-ઈરાન સંઘર્ષ, વૈશ્વિક અર્થતંત્ર પર ગંભીર અસરો કરી રહ્યો છે. આ સંઘર્ષના પરિણામે દુનિયાના બે મહત્ત્વપૂર્ણ જળમાર્ગો – સ્ટ્રેટ ઓફ હોર્મુઝ અને બાબ-અલ-મંદેબ સ્ટ્રેટ – પર સંકટના વાદળો ઘેરાયા છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પહેલેથી જ સંવેદનશીલ ક્ષેત્ર છે, અને હવે બાબ-અલ-મંદેબ સ્ટ્રેટ પણ પ્રભાવિત થયો છે. બાબ-અલ-મંદેબ સ્ટ્રેટ યમન અને લાલ સમુદ્રને જોડે છે, જે એશિયા અને યુરોપના દેશો વચ્ચેના શિપિંગ માટેનો એક મહત્ત્વપૂર્ણ માર્ગ છે. આ બંને જળમાર્ગો ક્રુડ ઓઈલ, કુદરતી ગેસ અને અન્ય માલસામાનના આંતરરાષ્ટ્રીય પરિવહન માટે અતિ મહત્ત્વના છે. જો આ જળમાર્ગો ખોરવાય છે, તો ક્રુડ ઓઈલ અને ગેસનો પુરવઠો ખોરવાઈ શકે છે, જેની સીધી અસર વૈશ્વિક વેપાર અને અર્થતંત્ર પર પડશે. આયાત-નિકાસ પ્રભાવિત થશે અને વૈશ્વિક સ્તરે મુશ્કેલીઓ વધશે. હાલની પરિસ્થિતિ જોતાં, આંતરરાષ્ટ્રીય સમુદાય માટે આ એક મોટી ચિંતાનો વિષય છે કારણ કે આખોય સિનારીઓ વિપરીત દિશામાં જઈ રહ્યો છે. દુબઈમાં ફક્ત નોકરી જ નહીં, ભણી પણ શકે છે ભારતીય સ્ટુડન્ટ? જાણો અહીંથી ડિગ્રી લેવાના ફાયદા Post navigation Breaking News: વૈભવ સૂર્યવંશી આ તારીખોને ક્યારેય ભૂલશે નહીં, આઠ મહિના 15 વર્ષના ખેલાડી માટે રહ્યા ખાસ Middle East tension : એક તરફ શાંતિની વાત, બીજી તરફ યુદ્ધ… ટ્રમ્પ- નેતન્યાહૂ વચ્ચે દરાર કે કોઈ ચાલ?