પંચમહાલ જિલ્લાના હાલોલના કંજરી ગામના ભરત પરમાર નામના શખ્સે સરકારી નોકરી વાંચ્છુકોને નિશાન બનાવી મોટી ઠગાઈ આચરી છે. આરોપીએ પોતે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (FCI) નો ગુજરાત ડાયરેક્ટર હોવાની ખોટી ઓળખ આપી હતી. તેણે રેલવે, IOC અને ONGC જેવી સરકારી સંસ્થાઓમાં નોકરી અપાવવાની લાલચ આપી પંચમહાલ, દાહોદ અને વડોદરાના 7 યુવાનો પાસેથી કુલ 68 લાખ રૂપિયા પડાવી લીધા હતા. છેતરપિંડીનો ભોગ બનેલા યુવાનોની ફરિયાદના આધારે પોલીસે સપાટો બોલાવી આરોપી ભરત પરમારની ધરપકડ કરી લીધી છે. પોલીસે ગોધરાની એક દુકાનમાંથી ગુનામાં વપરાયેલું CPU અને નકલી નિમણૂક પત્રો (એપોઇન્ટમેન્ટ લેટર) પણ જપ્ત કર્યા છે. પશ્ચિમ બંગાળમાં મોટો રાજકીય ભૂકંપ, TMC ના 50 ધારાસભ્યો અને 12 સાંસદો બળવાના મૂડમાં Post navigation Breaking News: IPL 2026 બાદ IIM માં વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી, IIM ઈન્દોર તેની સફળતા પર કરશે રિસર્ચ Breaking News: પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીની સુરક્ષા Z થી Y શ્રેણીમાં ઘટાડાઈ, જાણો કેમ