સૌથી ખતરનાક તો એ છે આપણને આપણી આ કેદ (બંદનનો) એહસાસ પણ નથી હોતો કારણ કે આપણે તેને જ સફળતાનું નામ આપી દીધુ છે. જો આટલી સારી ઉપલબ્ધિઓ બાદ પણ અંદરથી ખાલીપણુ અનુભવાય તો સવાલ ઉઠે છે કે આપણે આખરે કઈ ચીજથી ભાગી રહ્યા છીએ. ગરુડ પુરાણ અનુસાર, બંધન બહાર નથી હોતુ પરંતુ આપણા મનમાં રહેલુ હોય છે. પૈસા, નામ અને સુવિધા મળી શકે છે. પરંતુ સુકુન ત્યારે જ મળશે જ્યારે મન શાંત હશે. આજે માણસ વિતેલા સમયને યાદ કરીને તેના વિશે વિચારતો રહે છે અથવા તો ભવિષ્યની ચિંતામાં રહે છે. આથી તે વર્તમાનમાં જીવી જ નથી શક્તો. આ જ તો છે તેનુ અસલી બંધન. મોક્ષની પ્રાપ્તિ કંઈક મેળવવામાં નહીં પરંતુ છોડવામાં છે આઝાદી જિંદગી એક મોબાઈલ ફોનની જેમ સમજો, જો તેમા બહુ બધી એપ્સ એકસાથે ચાલી રહી છે, તો તે સ્લો થઈ જાય છે, એવી જ રીતે આપણા મગજમાં પણ અનેક બેકાર એપ્સ ચાલતી રહે છે કે લોકો શું કહેશે, મને વધુ જોઈએ, મારે હારવુ નથી, આ જ આપણી ઊર્જા ખતમ કરે છે. મોક્ષનો અર્થ ડર છોડવો લાલચ છોડવી બીજાના અભિપ્રાયની ચિંતા છોડવી જ્યારે વ્યક્તિ આ ચીજોને છોડી છે કે ત્યારે તે અંદરથી હળવાફુલ અનુભવે છે. ઈતિહાસમાં એવા પણ ઉદાહરણ મળે છે જ્યા લોકોએ બધુ જ હોવા છતા અંદરથી એક ખાલીપણુ અનુભવ્યુ. જ્યારે કેટલાક લોકો સાધારણ જીવતા પણ અંદરથી એકદમ શાંત અને મુક્ત રહે છે. તેનાથી સ્પષ્ટ થાય છે કે મોક્ષનો સંબંધ તમારી બાહ્ય સ્થિતિમાં નથી પરંતુ આંતરિક વિચારોમાં છે. આજના સમયમાં એ વધુ જરૂરી બની ગયુ છે, કારણ કે આપણુ ધ્યાન દરેક સમયે વહેંચાયેલુ રહે છે. ફોન, સોશ્યિલ મીડિયા અને નોટિફિકેશન સતત ધ્યાન ખેંચે છે. આપણને લાગે છે કે આપણે આપણી મરજીથી જીવી રહ્યા છીએ પરંતુ હકીકતમાં આપણે આદતોના ગુલામ બની ચુક્યા છીએ. અસલી આઝાદી શુ છે? ગરૂડ પુરાણ અનુસાર અસલી આઝાદી ત્યારે મળે છે જ્યારે તમારી ખુશી બહારની ચીજો પર નિર્ભર નથી રહેતી, ન પૈસા પર, ન લોકોની પ્રશંસા પર. મોક્ષ એ કોઈ દૂરની વસ્તુ નથી અને ના તો એ મૃત્યુ બાદ જ મળ છે. આ એજ સમયે શરૂ થઈ થાય છે, જ્યારે વ્યક્તિ સત્યને સ્વીકારી તેની ઈચ્છા અને ડરથી ઉપર ઉઠી જાય છે. તમારે આ દોડને જીતવાની જરૂર નથી. બસ આ દોડમાંથી બહાર નીકળવાની જરૂર છે. Trump-Jinping Meeting: અબજો ડોલરની ડીલ માટે બે કટ્ટર હરીફો એક મંચ પર… વિશ્વની બે સૌથી મોટી અર્થવ્યવસ્થા પર દુનિયાની નજર Post navigation Jamie Overton Injury : IPL પ્લેઓફની રેસ વચ્ચે CSK માટે ખરાબ સમાચાર, સ્ટાર બોલર ઈજાને કારણે વતન રવાના ! Fridge Storage Mistakes: રેફ્રિજરેટરની અંદર પોલીથીનમાં શાકભાજી રાખવા કેટલા જોખમી?