રાજ્યના ખેડૂતોની માઠી દશા બેઠી હોય તેમ ફરી એકવાર માવઠાએ મુશ્કેલી વધારી છે. ભર ઉનાળે અનેક જિલ્લાઓમાં કરા સાથે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ પવન અને વીજળીના કડાકા સાથે વરસાદી ઝાપટુ આવ્યુ. બપોર બાદ વાતાવરણમાં પલટો આવતા ઓખા સહિતના શહેરોમાં કમોસમી વરસાદ વરસ્યો અને માર્ગો પર વરસાદી પાણી વહેતા થયા હતા. તેજ પવન ફુંકાતા બીચ પર ઉડવા લાગી રાઈડ્સ આ તરફ દ્વારકાના શિવરાજપુર બીચ પર વાતાવરણમાં અચાનક પલટો આવતા તારાજ સર્જાઈ છે. ભારે પવનને કારણે દરિયા કિનારેથી રાઈડ ઉડી ગઈ હતી. આ તરફ અચાનક આંધી આવતા શિવરાજપુર બીચ પર સહેલાણીઓમાં નાસભાગ મચી ગઈ અને અફરાતફરીનો માહોલ સર્જાયો છે. સહેલાણીઓની આ નાસભાગનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. અચાનક તેજ પવન ફુંકાતા ખેડૂતો પાક બચાવવા દોડ્યા હાલ ભરઉનાળે વાતાવરણમાં પલટો આવ્યો છે. ત્યારે ધરતીપુત્રોની ચિંતા વધી છે. આ વરસાદને કારણે ઘઉં, બાજરી, કપાસ, મગફળી, સોયાબિન સહિતના પાકને નુકસાન પહોંચવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે. દર વર્ષે પાક લેવાના સમયે જ કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવે છે. હાલ કેરીનો ફાલ આવવાની તૈયારી છે ત્યારે ભારે પવનને કારણે પુષ્કળ પ્રમાણમાં કેરીઓ ખરી જતા આંબાવાડીના ખેડૂતોને પારાવાર નુકસાન વેઠવુ પડ્યુ છે. અચાનક આંધી સાથે પવન ફુંકાતા હાઈવે પર અને ખેતરોમાં ધૂળની ડમરીઓ ઉડી હતી. પવનની ગતિ એકાએક વધતા વાહનચાલકો પરેશાન થયા. આ તરફ ખેડૂતો તેમનો પાક બચાવવા દોડ્યા હતા અને તાત્કાલિક કામે લાગી ગયા. Input Credit- Jay Goswami- Dwarka પાકિસ્તાનની આ મિસાઈલથી અમેરિકામાં ફેલાયો ફફડાટ, તુલસી ગબાર્ડે આપી ચેતવણી Post navigation શું તમારા ઘરે પણ કામવાળા વારંવાર રજા પાડે છે ? ઘરના કચરા-પોતાનું ટેન્શન હવે ખતમ… Breaking News : IPL 2026 પહેલા CSK ને મોટો ઝટકો, સ્ટાર ફાસ્ટ બોલર આખી ટુર્નામેન્ટમાંથી થયો બહાર, જાણો